નવસારીને મળી વિકાસ કાર્યોની ભેટ
આધુનિક એસટી બસ ટર્મિનલનું લોકાર્પણ
એસટી બસ ટર્મિનલ સુવિધાઓથી સજ્જ
સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
475 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
નવસારીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 475 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી હતી,આ પ્રસંગે સીએમ દ્વારા આધુનિક હાઈટેક એસટી બસ ટર્મિનલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે, જેમાં મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, હાઈ ક્લાસ રેસ્ટરૂમ, વિશાળ ફૂડ કોર્ટ અને 150 CCTV કેમેરાની સુરક્ષાથી સજ્જ છે.
આ એસટી બસ ટર્મિનલમાં મુસાફરોની સુવિધા અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અહીં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ હાઈટેક ડેપોમાં અનેક વિશેષતાઓ છે. મનોરંજન માટે 3 મલ્ટિપ્લેક્સ થીયેટર, જ્યારે ફૂડ ઝોનમાં 11 ફૂડ કોર્ટ છે, જ્યાં એક સાથે 3000 લોકો ભોજન કરી શકશે.
આ ઉપરાંત મુસાફરોના રોકાણ માટે 67 રૂમની આલીશાન હોટલ અને સ્વિમિંગ પૂલની સુવિધા પણ ઉપલબ્ધ છે. શોપિંગ માટે ગ્રાઉન્ડ પ્લસ ટૂ હાઇપર માર્કેટ અને 2 સુપર માર્કેટ બનાવાયા છે તેમજ સામાજિક પ્રસંગો માટે 4 ભવ્ય બેન્ક્વેટ હોલ પણ છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ડેપોમાં 1,17,000 સ્ક્વેર ફીટના વિશાળ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 753 ટૂ-વ્હીલર અને 252 ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે.
આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નવસારીને 475 કરોડના વિકાસલક્ષી વિવિધ કાર્યોની ભેટ આપવામાં આવી હતી.અને લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.