/connect-gujarat/media/post_banners/c0480107f64e5f7ba5f9c9100bde4ec79fa99801e6e4657cf4802092236379bd.jpg)
નવસારી મંદિર ડિમોલિશનના મુદ્દે રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
નવસારીના જલલપોર મંદિર ધ્વસ્ત મામલો દિવસે દિવસે રાજકીય અખાડો બની ગયો છે ગત દિવસોમાં આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલીયા આવીને પોતાના પક્ષને મજબૂત બનાવી ગયા બાદ કોંગ્રેસને પણ કંઈક નામ કમાવવા માટે નવસારીનું સરનામું મળ્યુંને વિવાદિત મંદિર મુદ્દે નવસારીમાં આવ્યા ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ યોજી ભાજપના સાશનમાં મંદિર ડિમોલિશન દરમ્યાન થયેલ અત્યાચાર અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સર્વોદય સોસાયટીમાં નવસારી અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી- NUDA એ ગેરકાયદેસર મંદિર તોડવા જતા સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.NUDA દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે મંદિર તોડતા સ્થાનિકોએ રસ્તો રોક્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અને તંત્રના દમનને લઈ સોસાયટીના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.