નવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે
BY Connect Gujarat Desk27 Jun 2022 8:24 AM GMT
X
Connect Gujarat Desk27 Jun 2022 8:24 AM GMT
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે અને શિક્ષણના અભિગમને રાજ્ય સરકારે બદલાયો છે જેને પગલે હવે ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવતા થયા છે.
નવસારી જિલ્લામાં નવા સત્રમાં ખાનગી શાળાની સામે સરકારી શાળા તરફ વધુ વિદ્યાર્થીઓ વળ્યાં છે. તો બીજી તરફ નવસારી નગરપાલિકા દ્વારા પણ અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરાતા ઘણા વાલીઓએ શહેરની નામાંકિત શાળાઓમાંથી પોતાના બાળકોને સરકારી શાળામાં મૂક્યા છે. નવસારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાંપણ એડમિશન આ વર્ષે ફુલ થઇ ગયા છે. સરકારી શાળાઓમાં પણ સારું શિક્ષણ મળતા વાલીઓ હવે ખાનગી શાળાને બદલે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મૂકી રહ્યા છે.
Next Story