Connect Gujarat
ગુજરાત

નવસારી: પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતો પરેશાન

ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે.

X

ખેડૂતોનું જીવનનિર્વાહ ખેતી આધારિત રહી છે જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે. રાજ્ય સરકાર 24 કલાક ગામડાઓમાં વીજળી આપ્યાની જાહેરાત કરતા થાકતું નથી ત્યારે નવસારીના સદલાવ અને આસપાસના ગામોમાં આઠ કલાક વીજળી ન આવતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ છે નવસારી જિલ્લાનું સદલાવ ગામ જ્યાં ખેડૂતોને નથી મળી રહી પૂરતા પ્રમાણમાં વીજળી. હાલ નવસારી જિલ્લામાં શેરડી અને ઉનાળુ ડાંગરની રોપણીનો સમય ચાલી રહ્યો છે કમોસમી વરસાદના કારણે આ વખતે ખેડૂતોએ ઉનાળુ ડાંગરનું વાવેતર એક અઠવાડિયું મોડું શરૂ કર્યું છે. એમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને આઠ કલાક પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતાં ખેડૂતોને ડાંગરના પાકમાં પાણી આપવામાં તકલીફ આવી રહી છે. સદલાવ અને આસપાસના ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી, હાલ વીજપુરવઠો માત્ર ત્રણથી ચાર કલાક આવતો હોવાની વાત ખેડૂતો કરી રહ્યાં છે જેમાં પણ પાવરનો લોડ વધી જતા અનેક ફોલટ આવતા પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી જેને લઇને રોપણી માં અનેક તકલીફો આવી રહી છે. રાત્રિના સમયે પણ કંપની દ્વારા પાવર અનિયમિત સપ્લાય કરવામાં આવે છે જેના કારણે જંગલી જાનવરો ના ડર થી રાત્રે વાવેતર થઇ શકતું નથી અને પાણી વડવા માટે પણ ખેડૂતો ખેતરોમાં જઈ શકતા નથી જેને લઇને સવારની રોટેશન માં પાવર મળે એવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે

નવસારી જિલ્લામાં આ વખતે ૮૦૦૦થી વધુ હેકટરમાં ઉનાળુ ડાંગરની રોપણી કરવામાં આવી છે અને ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત છે અને પાણી આપવા માટે વીજળીની જરૂરીયાત હોય છે, પરંતુ ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી ના મળતા પાકને બચાવવા ની ખેડૂતોને ચિંતા થઈ રહી છે.. તો બીજી તરફ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વીજપુરવઠો ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Next Story
Share it