નવસારી: ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update
નવસારી: ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો,CR પાટીલ રહ્યા ઉપસ્થિત

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ નવસારી દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના લોકસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સી આર પટેલના વરદ હસ્તે 16,000 થી વધુ લોકોને આ શ્રમિક કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને સાથે જ ફ્રી સર્વોધો નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સી આર પાટીલના વરદ હસ્તે કાર્ડ આપ્યા બાદ લોકસભાની ચૂંટણીને લઈને સીઆર પાટિલે મહત્વનું નિવેદન કર્યું છે.2024 માં લોકસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે જે માટે સી આર પાર્ટીલે અત્યારથી જ તૈયારીઓ અને મીટીંગો શરૂ કરી છે અને આ વખતે જે સામેવાળી પાર્ટીમાં કોઈપણ ઉમેદવાર ઉભો રહે કે પછી અપક્ષ ઉમેદવાર ઉભો રહે એની ડિપોઝિટ પરત ન આવવી જોઈએ એ પ્રકારનું નિવેદન કર્યું હતું  

Advertisment