નવસારી : નવરાત્રીના મધ્યાંતરે ભારે પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી,સરકારી અનાજના 277 ટન જથ્થાને નુકસાન

નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી સર્જાય હતી.

New Update
  • પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી

  • ચીખલી,વાંસદા,ખેરગામમાં વરસ્યો વરસાદ

  • ભારે વરસાદને પગલે ગામડાઓમાં સર્જાય તારાજી

  • સરકારી અનાજના ગોડાઉનના ઉડયા પતરા

  • 277 ટન અનાજનો જથ્થો પલળવાથી નુકસાન

નવસારી જિલ્લામાં મોડી રાત્રે ચીખલીવાંસદા અને ખેરગામ તાલુકામાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી.જ્યારે સરકારી અનાજનો 277 ટન જથ્થો પણ પલળી ગયો હતો.

નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી સર્જાય હતી. જેમાં ચીખલી ખાતે આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક તરફના શેડના પતરા ઉડી ગયા હતા,સાથે જ આ ગોડાઉનની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી.જેના કારણે ગોડાઉનમાં મુકેલો ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુનો જથ્થો વરસાદના પાણીમાં પલળી ગયો હતો.સમગ્ર ઘટનાને લઈને ચીખલી પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત લીધી હતી.બીજી તરફ પુરવઠા અધિકારીએ ફક્ત ટેલિફોનિક માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું હતું.સમગ્ર ઘટનામાં હજુ સુધી આ પલળતું અનાજ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી,પરંતુ ગોડાઉન મેનેજર દ્વારા આ અનાજના જથ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

Latest Stories