નવસારી: વાંસદામાં માતા પિતાએ માત્ર એક માસના બાળકની કરી નિર્દયતાથી હત્યા,કહાની સાંભળી કાળજુ કંપી જશે

એક એવો બનાવ સામે આવ્યો છે જે સાંભળી અને વાંચી પાષાણ હ્રદયના માનવીનું કાળજુ પણ કંપી ઊઠે. નવસારીના વાંસદાના પરણિત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો

New Update
નવસારી: વાંસદામાં માતા પિતાએ માત્ર એક માસના બાળકની કરી નિર્દયતાથી હત્યા,કહાની સાંભળી કાળજુ કંપી જશે

નવસારી જિલ્લાના વાંસદામાં કાળજુ કંપાવી દે એવો કિસ્સો સામે આવ્યો છે. વાંસદામાં રહેતા પરિણીત પ્રેમીઓએ આડખીલી રૂપ બનેલા માત્ર એક માસના માસૂમ બાળકની અત્યંત નિર્દયતા પૂર્વ હત્યા કરી મૃતદેહ જૂજ ડેમમાં ફેંકી દિધો હતો.આ મામલે પોલીસે માતા પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નવસારી જીલ્લામાં એક એવો બનાવ સામે આવ્યો છે જે સાંભળી અને વાંચી પાષાણ હ્રદયના માનવીનું કાળજુ પણ કંપી ઊઠે. નવસારીના વાંસદાના પરણિત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હતા. આ દરમ્યાન તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો પરંતુ સમાજના ડરે નિર્દય માતા પિતાએ બાળકનો કાંટો કાઢવાનો પ્લાન ઘડ્યો હતો. જે મુજબ આજથી બરાબર એક માસ પૂર્વે માત્ર 1 માસના પુત્ર નું તેના જ પિતાએ ગળુ દબાવી હત્યા કરી હતી ત્યાર બાદ માતા પિતા બન્ને બાળકના મૃતદેહને થેલામાં મૂકી નજીકમાં આવેલ જૂજ ડેમમાં ફેંકી આવ્યા હતા. ડેમના પાણીમાંથી બાળકનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જેમાં માતા પિતા દ્વારા માત્ર એક માસના બાળકની નિર્દયતાથી કરવામાં આવેલ હત્યાનો પર્દાફાશ થયો છે. પોલીસે માસુમના હત્યારા વિનોદ મહાલા અને સુલોચના નામની યુવતીની ધરપકડ કરી છે. બન્ને પરણિત હોવા છતા તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને જે બાદ પુત્રનો જન્મ થતા તેની હત્યા કરી હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Navsari #Accused arrested #Murder Case #killed #parents #Baby #Vansda #Vansda police
Latest Stories