-
PM મોદીના સૂચનથી દરેક જિલ્લામાં કમલમનું નિર્માણ
-
રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામશે કમલમ કાર્યાલય
-
કાર્યાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
-
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
-
સરકારી યોજનાની માહિતી સહેલાઈથી મળે તેવું આયોજન
નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અધ્યતન કમલમ કાર્યાલયના નિર્માણ કાર્યનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન, લોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં PM મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યલય બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નજીક અંદાજિત 10 કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અધ્યતન નૂતન કમલમ કાર્યલયમાં લોકો માટે અને કાર્યકર્તાઓ માટે નવી સુવિધા ઉભી કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની માહિતી પણ સહેલાઈથી મળી શકે તેવું આયોજન કરવામાં આવશે. કમલમ કાર્યાલય આગામી એક વર્ષની અંદર તૈયાર થઈ જવાની સંભાવના સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ સહિત ભાજપ સંગઠનના અનેક નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.