Connect Gujarat
ગુજરાત

નવસારી : અંબિકા નદીના કિનારે જ ઘન કચરાનો નિકાલ, લોકોના આરોગ્ય સામે જોખમ...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે,

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે, ત્યારે નદીનું પાણી પ્રદૂષિત કરવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ગામેથી અંબિકા નદી પસાર થાય છે. અંબિકા નદીમાંથી અંદાજિત 2 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળે છે. પરંતુ આ પાણી હવે ધીરે ધીરે પ્રદૂષિત થઈ રહ્યું છે. લોકો દ્વારા એકઠો કરાયેલ સુક્કો તથા ભીનો કચરો અહીના વિસ્તારમાં ઠલવાય છે. વર્ષ 2017માં દેવધા ગ્રામ પંચાયત દ્વારા ગામમાંથી ભેગો કરાયેલ કચરાની યોગ્ય વ્યવસ્થા કરી એમાંથી ફર્ટિલાઇઝર બનાવવાની યોજના શરૂ કરી હતી. પરંતુ સમય જતાં આ અંગે કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી. જોકે, હવે ગામમાંથી ઉઘરાવેલ કચરો નદી કિનારે જ ઠલવાય રહ્યો છે. જેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.

જોકે, અંબિકા નદી કિનારે કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ દેવધા ગ્રામ પંચાયત દ્વારા આ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. નદી કિનારે ઠલવાતા કચરા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ કાર્યવાહી થઇ નથી. ભુતકાળમાં એક ગામના રહીશે જીપીસીબીમાં આ અંગે લેખિત ફરિયાદ આપી હતી, ત્યારે જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને તાકીદ કરાય હતી. પરંતુ નિયમોને ઘોળીને પી ગયેલી પંચાયત હજી ત્યાં જ કચરો નાખે છે, ત્યારે હવે આ કચરો અહીં નાખવાનું બંધ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story