નવસારી : સગા પુત્ર એ જ જનેતાની હત્યા કરતાં અરેરાટી વ્યાપી, હત્યારા પુત્રની ધરપકડ...

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં સગા પુત્રએ જ જનેતાને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી

New Update
નવસારી : સગા પુત્ર એ જ જનેતાની હત્યા કરતાં અરેરાટી વ્યાપી, હત્યારા પુત્રની ધરપકડ...

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં સગા પુત્રએ જ જનેતાને ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી જિલ્લામાંથી અચરજ પમાડે તેવી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સગા પુત્રએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી હતી. ઘટનાની વિગતે વાત કરીએ તો, બીલીમોરા શહેરના ઓરિયા મોરિયા વિસ્તારમાં આવેલ પદ્મશાલી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પ્રિયાંક ટંડેલને તેની માતા સુમિત્રા ટંડેલ સાથે બોલાચાલી થઇ હતી. જેમાં આવેશમાં આવી જઈ પ્રિયાંકે માતાના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જોકે, માતાનું મોત ન થતાં તેણે ગળું દબાવીને માતાની હત્યા કરી નાખી હતી. આટલેથી ન અટકતાં હત્યારા પુત્રએ મૃતદેહને સળગાવી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવ સંદર્ભે બહેનને જ પોતાના સગા ભાઈ વિરુદ્ધ માતાની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે. જોકે, પ્રિયાંક છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજનો થઈ ગયો છે, જેને લઈને તે દવા પણ લેતો હતો. જો દવા બંધ કરે તો પોતાનું માનસિક સંતુલન ગુમાવતો હોવાનું પોલીસ સમક્ષ હત્યારાની બહેને જણાવ્યુ હતું.

Latest Stories