નવસારી: સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો,બોરીયાચ ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું

નવસારી બોરીયાચ ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું.અને પોલીસે રૂપિયા 16.84 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરીને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

New Update
  • કન્ટેનરમાં વિદેશી દારૂની હેરાફેરી

  • બોરીયાચ ટોલનાકા પાસેથી ઝડપાયું કન્ટેનર

  • સ્ટેટ મોનીટરીંગ સેલે ગોઠવી હતી વોચ

  • રૂ.16.84 લાખનો મુદ્દામાલ ઝડપાયો

  • કન્ટેનર ચાલકની ધરપકડ પાંચ આરોપી વોન્ટેડ જાહેર

નવસારી બોરીયાચ ટોલનાકા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી શરાબ ભરેલું કન્ટેનર ઝડપી લીધું હતું.અને પોલીસે રૂપિયા 16.84 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરીને પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર બોરીયાચ ટોલટેક્સ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી.જોકે તે દરમિયાન એક શંકાસ્પદ કન્ટેનર ટોલનાકા ખાતે આવી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કન્ટેનરને અટકાવવામાં આવ્યું હતું,અને જરૂરી તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં કનેક્ટર માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો,જેમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી.

કન્ટેનરમાંથી પોલીસે 16848 નંગ બોટલો મળી રૂપિયા 16 લાખ 48 હજાર 800નો વિદેશી દારૂ તેમજ રોકડા રૂપિયા,મોબાઈલ ફોન અને વાહન મળીને કુલ રૂપિયા 36 લાખ 92 હજાર 360નો મુદ્દામાલ જપ્ત કરીને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો.આ ઘટનામાં હાલ પોલીસે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે,જ્યારે વિદેશી દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તે અંગેની વધુ તપાસ પોલીસે શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.