-
કળિયુગમાં ભગવાનને પામવા માટેના સત્માર્ગ “યજ્ઞ, તપ અને દાન”
-
5 દિવસીય અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
-
મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતી
-
સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ અને અભિષેક કરી ધન્યતા અનુભવી
-
દેશભરના ભૂદેવો સહિત આમંત્રિતો-નગરજનો વિશેષ ઉપસ્થિત રહ્યા
નવસારીના કછોલ ગામ ખાતે આયોજિત 5 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.
નવસારી શહેરના વેપારી અને રાજકારણી પ્રેમચંદ લાલવાણી પરિવારના યજમાન પદે કછોલ ગામ ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ યજ્ઞ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ યજ્ઞમાં સ્વયમ શિવજી હાજરી આપે છે તેવી લોકવાયકા છે. પવિત્ર વાતાવરણની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશના 300 થી વધુ દંડી બ્રાહ્મણોએ અતિરુદ્ર મહાયજ્ઞને ખાસ બનાવ્યો છે, ત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે યજ્ઞમાં આહુતિ આપી મહાદેવનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ, નવસારીના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.