નવસારી : આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો...

નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મત વિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે.

New Update
નવસારી : આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો...

નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મત વિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા આદિવાસી મત વિસ્તારના 135 ગામોમાં ફરીને છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્યએ કરેલા લોકઉપયોગી કામો અને સંઘર્ષની ગાથા રજૂ કરશે.

નવસારી જિલ્લામાં આવેલી 4 વિધાનસભા બેઠક પૈકી વાંસદામાં કોંગ્રેસનું શાસન છે, જેમાં આદિવાસી યુવા ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા 5 વર્ષમાં જળ, જંગલ અને જમીનના મુદ્દે ખાંસી લોકપ્રિયતા મેળવી છે. પાર તાપી નર્મદા રિવર લિંક હોય કે, ભારત માલા પ્રોજેક્ટ જેમાં સંભવિત રીતે આદિવાસીઓની જમીન ન જાય તેવા મુદ્દાને કેન્દ્રમાં રાખી ધારાસભ્યએ છેલ્લા 5 વર્ષમાં સરકાર સામે બાથ ભીડી છે. આંગણવાડી મહિલા કર્મચારીઓનો પગાર, રોજગારી, મધ્યાહન ભોજન, બંધ થતી શાળાઓને શરૂ કરવા જેવા સળગતા મુદ્દા લઈને અનંત પટેલ 135 ગામમાં 10 દિવસ અને 11 રાત્રિ લોકો વચ્ચે જઈને સંઘર્ષ અનુભવ વર્ણવવા સાથે પ્રચાર પણ કરશે. તેઓએ યાત્રાધામ ઉનાઇથી માં અંબાના આશીર્વાદ લઈને યાત્રાના શ્રીગણેશ કર્યા છે. ધારાસભ્ય અનંત પટેલ પર 8મી ઓક્ટોબરના રોજ ખેરગામ બજાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ સમગ્ર મુદ્દે ઉહાપોહ થતા સમગ્ર ઘટનાને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોડવામાં આવશે, અને ધારાસભ્ય દ્વારા આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા માટે પોતાના સમર્થકો સાથે શરૂ કરેલી સંઘર્ષ યાત્રા 135 ગામ સહિત 11 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયતની બેઠકો પર ફરશે. આ યાત્રામાં આદિવાસી યુવાનો અને તેમના સમર્થકો પણ જોડાશે.

Latest Stories