Connect Gujarat
ગુજરાત

નવસારી : શાળા ખુલ્યાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, જુઓ પછી શું થયું..!

પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા બાદ શાળાના શૌચાલયની સફાઈ કરે તે વ્યાજબી ન હોવું જોઈએ,

X

વિદ્યાના મંદિરમાં શિક્ષણનું સિંચન કરવા માટે શિક્ષણ સ્તંભ ઉભો કરવામાં આવે છે. પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા બાદ શાળાના શૌચાલયની સફાઈ કરે તે વ્યાજબી ન હોવું જોઈએ, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તવડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કામદારની જેમ શૌચાલય સાફ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ છે, જલાલપોર તાલુકાના તવડી ગામની વલ્લભ વિદ્યાકુંજ કૃષિ પ્રાથમિક શાળા... કે, જ્યાં આજે ધોરણ 1થી 5ના વર્ગખંડો શરૂ થતાં જ શાળા વિવાદમાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ શૌચાલય સાફ કરતાં હોય તેવા વિડીયો સામે આવતા શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેવું મીડિયાએ ધ્યાન દોર્યું કે, તુરંત જ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું કામ શાળા સંચાલકોએ બંધ કરાવી દીધું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ શાળામાં સ્વેચ્છાએ સફાઈ કરી રહ્યા હોવાનું ગાણું શાળાના આચાર્યએ ગાયું હતું, જોકે, સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી હતી, ત્યારે તેઓને પણ મામલાની જાણ થતાં વિદ્યાર્થીઓ પાસે કામ બંધ કરાવવા સૂચના આપી હતી.

Next Story