રાજ્યમાં સૌપ્રથમવાર AI શિક્ષણ અંગે તાલીમ યોજાય
હવે વિદ્યાર્થીઓને AI પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે
શહેરમાં 4 હજારથી વધુ શિક્ષકોને વિસ્તૃત તાલીમ અપાય
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા
નવી પદ્ધતિનો ઉપયોગ કરવા શિક્ષકોનો પ્રોત્સાહિત કરાયા
ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં 4 હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે. હવે શિક્ષણમાં પણ AI એટલે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં 2 હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. તાલીમ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરવા શિક્ષણ મંત્રીએ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કેટલાક યુવાનોએ એક પ્રકારની ટેક્નોલોજી વિકસાવી છે, જેનાથી શિક્ષકો સરળતાથી ભણાવી શકશે અને વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ મળી શકશે. પ્રશ્નપત્રમાં કોઈપણ ભૂલ હોય તો આ ટેક્નોલોજીથી તાત્કાલિક ચેન્જ કરી શકાય છે. આ સિસ્ટમ દ્વારા એક પુસ્તકનો સાર માત્ર 2 પેજમાં બની જાય છે.