ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 , રાજ્યમાં કોરોનાના સાત એક્ટિવ કેસ નોંધાયા

ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું દેશમાં એક સપ્તાહમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા.

New Update
Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 514 નવા કેસ નોંધાયા

ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું દેશમાં એક સપ્તાહમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા.

જોકે, આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે. ભારતમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે, 2025 સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછો આંકડો છે. આમાંના લગભગ બધા જ કેસોમાં હળવા લક્ષણો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. કેરળ 95 એક્ટિવ કોરોનાના કેસ સાથે દેશમાં મોખરે છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના સાત એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નોંધનીય છે કે હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં કેસમાં 30 ગણો વધારો નોંધાયો હતો જ્યારે થાઈલેન્ડમાં 71 હજારથી વધુ એક્ટિવ કેસ જોવા મળી આવ્યા હતા.

Latest Stories