ગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ, અધધ રકમ જાણીને ચોંકી જશો..
ચોક્કસ બાતમીના આધારે બે પંચોના માણસો સાથે રાખી PSI અને મોરવા હડફ પોલીસે મોરવા હડફ તાલુકાના રામપુર ગામે રોડ ઉપર વોચ ગોઠવી હતી

ગોધરા શહેરના મોરવાહડફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારત સરકાર દ્વારા બંધ કરવામા આવેલી જુની ચલણી નોટો 97 લાખ 50 હજાર રૂપિયા સાથે 6 ઇસમને SOG પોલીસે ઝડપી પડ્યા છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લા SOG પોલીસ ઇન્સ્પેક્ટર ને બાતમી મળી હતી કે વાઘજીપુર ચોકડી થી શહેરા તરફ એક ઈકકો ગાડીમાં કેટલાક ઈસમો ભારતીય બનાવટની સરકાર દ્વારા વપરાશમા બંધ કરવા આવેલી જૂની ચલણી નોટોનો મોટો જથ્થો લઈને મોરવા હડફ આવવાના છે.
ચોક્કસ બાતમીના આધારે બે પંચોના માણસો સાથે રાખી PSI અને મોરવા હડફ પોલીસે મોરવા હડફ તાલુકાના રામપુર ગામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા ઉભી રાખી તપાસ કરતા ગાડી 6 ઈસમો અને બે થેલા મળી આવ્યા હતા. ત્યારે તેમાં તપાસ કરતા 97.50.000 /-રૂપિયાની જુની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે મુદ્દામાલ સાથે 6 ઈસમો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
જામનગરમાં સિક્કા નજીક આવેલ એલેન્ટો હોટેલમાં લાગી ભીષણ આગ
12 Aug 2022 3:43 AM GMTઆણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMT