Connect Gujarat
ગુજરાત

"ઓલમ્પિક્સ 2036" : ઓલમ્પિક ગેમ્સ માટે રાજ્ય સરકારની અમદાવાદ શહેર માટે દાવેદારી

ઓલમ્પિક્સના આયોજન માટે રાજ્ય સરકારે દાવેદારી નોંધાવી, વર્ષ 2036માં અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ.

X

વર્ષ 2036માં ગુજરાતના અમદાવાદ શહેરમાં ઓલમ્પિક ગેમ્સના આયોજન માટે રાજ્ય સરકારે દાવેદારી નોંધાવી છે, ત્યારે ગુજરાત સરકાર અને અમદાવાદ સ્થાનીય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઓલમ્પિક ગેમ્સ માટે ગુજરાત દ્વારા દાવેદારી નોંધાવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી છે.

પ્રતિ 4 વર્ષે યોજવામાં આવતી ઓલમ્પિક ગેમ્સ માટે રાજ્યના એકમાત્ર અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2036ના ઓલમ્પિક ગેમ્સ માટે દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે ઔડા દ્વારા ઓલમ્પિક ગેમ્સ માટે આગામી 3 મહિનામાં સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. સ્ટેડિયમમાં કેટલી સુવિધા છે તેનો પણ સર્વે કરાશે. ઉપરાંત કેટલી વધુ સુવિધા ઉભી કરવી તે અંગે સર્વે કરાશે. સાથોસાથ હોટલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સર્વે કરવામાં આવશે. ઓલિમ્પિક્સનો અંદાજીત ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે. જોકે, વર્ષ 2032 સુધી તો અન્ય દેશે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. 2032ની ઓલમ્પિક માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર દાવેદારી નોંધાવી ચૂક્યું છે, ત્યારે તેમના ભાગે આ ઈવેન્ટસ લખાઈ જશે. ત્યારબાદની દાવેદારી ગુજરાતનું અમદાવાદ શહેર હશે.

ઓલમ્પિક્સના આયોજન માટે રાજ્ય સરકારે દાવેદારી નોંધાવી

વર્ષ 2036માં અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂઓલમ્પિક ગેમ્સ માટે મોટું આયોજન અને એકથી એક બાબતનું ધ્યાન રાખવું પડે છે. માત્ર સ્ટેડિયમ જ નહીં. પરંતુ આવનારા તમામ ખેલાડીઓ, દેશના પ્રતિનિધિઓ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી પડે છે. સાથે રહેણાક વિસ્તારોને ઉભા કરી હાઈટેક સુરક્ષા પણ ગોઠવવી પડે છે. રસ્તાઓ, હોટલ અને અન્ય જરૂરિયાતની સેવાઓનું પણ ધ્યાન રાખવું પડે છે. તો સાથે જ વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કરવું પડે છે, ત્યારે અમદાવાદ શહેરના મોટેરા અને ચાંદખેડામાં આ માટે જમીનોનો સર્વે કરવામાં આવશે. જ્યારે ઔડાની હદમાં આવતા ભાટ, ચાંદખેડા, સુઘડ, કોટેશ્વર, મોટેરા અને નાના ચિલોડાના ગામોની સરકારી જમીનના પ્લોટ અનામત રાખવાનો નિર્ણય કરાયો છે.

બાઈટ :

Next Story