New Update
પાટણમાં નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત
ખરાબ રસ્તાને કારણે માલવાહક ટ્રેલરે મારી પલટી
ટ્રેલરમાં સવાર એક વ્યક્તિનું મોત
મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો
ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા
પાટણ જિલ્લાનાં સાતલપુર તાલુકાના રોઝુ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર એક ટ્રેલરે પલટી મારી હતી, સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.જ્યારે અન્ય એકને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રોઝુ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 પર એક માલવાહક ટ્રેલર પલટી મારી ગયુ હતુ,હાઇવે પર ખાડાને કારણે ટ્રેલર અચાનક પલટી મારી ગયું હોવાનું કહેવાય છે,જ્યારે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલરમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું.અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.વધુમાં ટ્રેલરમાં ભરેલ સામાનની બોરી રોડ પર વિખેરાય ગઈ હતી,જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
Latest Stories