વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા આયોજીત વલસાડના ઓડિશનમાં શિક્ષા વિજેતા બની હતી. ત્યાર બાદ રાજસ્થાનના જયપુરમાં યોજાયેલા 3 દિવસીય Indias Top model session -6માં લિટલ ચેમ્પ્સ કેટેગરીમાં ટોપ મોડલ તરીકે નવાજવામાં આવી છે. ગ્રાન્ડ ફિનાલેમાં વિભિન્ન રાજ્યના બાળકોએ ભાગ લીધો હતો. જે 3 દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં સ્વાગત, ટેલેન્ટ રાઉન્ડ, ગ્રુમિંગ રાઉન્ડ, પૂલ શૂટ, પોર્ટફોલિયો શૂટ અને અંતે રેમ્પ વોક સફળતાપૂર્વક થયુ હતુ.
આકાશ મિત્તલ, બિંદિયા મિત્તલ, કાજલ ખિજાર, હુસૈન, ખેમંત શર્મા, મોહિત રસ્તોગી, નિક મહલ, રજત માલી તેમજ બધા સ્પર્ધકો, દર્શકોએ શો ને સફળ બનાવ્યો હતો. જજીસ તરીકે કરણ વિગ અને કૈથ જેક્સન એ નિષ્પક્ષ પરિણામ સાથે વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષા શર્માને અને તેના પરિવારને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. ટૂંક સમયમાં આ કાર્યક્રમ નેશનલ ટીવી પર પ્રસારિત થશે.