વલસાડ : માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યુ...

વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

vlsd
New Update

વલસાડ શહેરની માત્ર દોઢ વર્ષની બાળકી શિક્ષા શર્માએ મોડેલિંગ અને એક્ટિંગમાં વલસાડ શહેર અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

અગ્રવાલ પ્રોડક્શન હાઉસ દ્વારા આયોજીત વલસાડના ઓડિશનમાં શિક્ષા વિજેતા બની હતી. ત્યાર બાદ રાજસ્થાનના જયપુરમાં યોજાયેલા 3 દિવસીય Indias Top model session -6માં લિટલ ચેમ્પ્સ કેટેગરીમાં ટોપ મોડલ તરીકે નવાજવામાં આવી છે. ગ્રાન્ડ ફિનાલેમાં વિભિન્ન રાજ્યના બાળકોએ ભાગ લીધો હતો. જે 3 દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં સ્વાગતટેલેન્ટ રાઉન્ડગ્રુમિંગ રાઉન્ડપૂલ શૂટપોર્ટફોલિયો શૂટ અને અંતે રેમ્પ વોક સફળતાપૂર્વક થયુ હતુ.

આકાશ મિત્તલબિંદિયા મિત્તલકાજલ ખિજારહુસૈનખેમંત શર્મામોહિત રસ્તોગીનિક મહલરજત માલી તેમજ બધા સ્પર્ધકોદર્શકોએ શો ને સફળ બનાવ્યો હતો. જજીસ તરીકે કરણ વિગ અને કૈથ જેક્સન એ નિષ્પક્ષ પરિણામ સાથે વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિક્ષા શર્માને અને તેના પરિવારને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. ટૂંક સમયમાં આ કાર્યક્રમ નેશનલ ટીવી પર પ્રસારિત થશે.

#modeling #Girl #Model #CGNews #Valsad #Gujarat
Here are a few more articles:
Read the Next Article