પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપવાનું 2 ઇસમોએ કૌભાંડ આચર્યું હતું. જેમાં એલ.સી.બી પોલીસે છાપકામના સાધનો સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી રૂ. 500ના દરની નકલી નોટો છાપવાના કૌભાંડની બાતમી LCB શાખાના PI જે.એન.પરમારને મળી હતી. જોકે, આરોપી નકલી નોટો છાપીને બજારમાં મૂકે તે પહેલાં જ LCB પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 આરોપી પૈકી 2 લોકોની ધરપકડ કરીને રૂ. 500ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલ લેપટોપ, પ્રિન્ટર, નકલી નોટ, છાપેલા કાગળો, બટર પેપર, કોરા કાગળ સહિત 60,457 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.