Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલના કેટલાક ગામડાઓમાં શાળામાં બાળકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ,ઝાડ નીચે બેસી ભણવા મજબૂર

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે,

X

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ભૌતિક સુવિધાઓ અને શાળાઓ જ નહીં હોવાથી બાળકોને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો...

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રામેશરા પંથકમાં આવેલ કેટલાક ગામડાઓ મા શાળાઓ તો આવેલી છે, પરંતુ શાળા પાસે પોતાનું બિલ્ડીંગ નથી તો કેટલીક શાળાઓ ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં હોવાથી બાળકો ખુલ્લામાં ઝાડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે. રસગાગર પ્રાથમિક શાળા અત્યારે સમાજ ઘરમાં ચાલી રહી છે, શાળાના બાળકો માટે નથી કોઈ પાણીની સુવિધા કે નથી શૌચાલયની વ્યવસ્થા. અન્ય એક શાળા ગજાપુરા પ્રાથમિક શાળાની વાત કરીએ તો શાળામાં ભણતા બાળકો જર્જરિત મકાનને કારણે ત્રણ વર્ષથી શાળા બહાર ખુલ્લામાં ભણી રહ્યા છે.ત્યારે ન તો બાળકોને શૌચાલયની સુવિધા કે ન તો ઓરડામાં બેસીને ભણવાની ત્યારે નાના ભૂલકાઓના ભાવિ સામે જોખમ ઊભું થાય તેવા દ્રશ્યો જોવાં મળી રહ્યા છે.

Next Story