પંચમહાલ : ઘોઘંબામાં મકાનના સમારકામ વેળા દીવાલ ધરાશાયી, શ્રમિકનું મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.

New Update

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારપંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ અર્થે કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન અચાનક જ દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી હતીત્યારે બીજા માળે કામ કરી રહેલા એક શ્રમિક ઉપર મકાનની દીવાલ પડી હતી. આ દુર્ઘટનામાં દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં 25 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતાજ્યાં શ્રમિકના મૃતદેહને દીવાલના કાટમાળ નીચેથી કાઢી ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફપોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories