છોટાઉદેપુર : પાવી-જેતપુરના ભારજ નદી પુલનો એક ભાગ તણાયો, ગ્રામજનોને ભારે હાલાકી

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.

New Update

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં પાવી-જેતપુર પાસે આવેલ ભારજ નદી પરનો બ્રિજ એક વર્ષ પહેલાં જ ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જેની કામગીરીમાં 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતોજ્યારે પુલ બનાવવાં માટે તંત્રએ એક વર્ષથી કોઈ કામગીરી ન કરી હતી. આ તરફસુખી ડેમમાંથી પાણી છોડાતા ડાયવર્ઝન તો ધોવાયુ છેસાથે સાથે પુલનો એક ભાગ પણ તૂટી જતા બ્રિજ 2 ભાગમાં વેંચાય ગયો છે. આ સાથે રેલવે સેવા એક મુખ્ય આધાર છેજ્યારે હાલ તો છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છેત્યાં જવા માટે લોકોને 30 કિલોમીટરનો ફેરો લગાવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કેરાજ્ય અને કેન્દ્ર સરકાર અને તંત્ર દ્વારા એક વર્ષથી પુલની કામગીરી કરવામાં આવી નથીત્યારે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છેત્યારે હવે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેઅને પુલની મંજૂરી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

 

Latest Stories