પાટણ : પાંચ વાહનો વચ્ચે ટક્કરથી સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણથી વધુના મોતની આશંકા,17થી વધુ ઇજાગ્રસ્ત

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો,જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણથી વધુ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

New Update
  • રાધનપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

  • ત્રણથી વધુના મોત,17થી વધુ ઇજાગ્રસ્ત

  • ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • ભયાનક અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની આશંકા

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો,જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણથી વધુ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતોજેમાં એક સાથે પાંચ વાહનો ટકરાયા હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણથી વધુ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છેજ્યારે 17થી વધુ ઇજાગ્રસ્ત થયા છેતેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ દુર્ઘટના રાધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી. આ અકસ્માત એક ટ્રેલરબે બાઇકએક જીપ અને એક બોલેરો પિકઅપ એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો. આ પાંચેય વાહનો ટકરાતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી,અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. હાલમાં પોલીસે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories