Connect Gujarat
ગુજરાત

પાટણ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે છાત્રાલય-શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરાયું.

સમાલગોળ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમાજના દિકરા-દિકરીઓ માટે છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

X

પાટણ ખાતે પાટણવાડા સમાલગોળ રોહિત સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત સમાજના દિકરા-દિકરીઓ માટે છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

પાટણ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પાટણવાડા સમાલગોળ રોહિત સમાજના દિકરા-દિકરીઓને રહેવા માટે છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા, જુગલજી લોખંડવાલા, જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બળવંતસિંહ રાજપૂત, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિ મકવાણા, ગાંધીનગર જિલ્લાના પ્રભારી મોહન પટેલ સહિતના મહાનુભાવો દ્વારા સમાજના કન્યા અને કુમાર છાત્રાલયના નિર્માણ માટે એમના સાંસદ ફંડમાંથી લાખો રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા ઓરડા માટેના દાનની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમાજની કન્યાઓને ભણાવવા તેમજ શિક્ષિત સમાજના નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

Next Story