પાટણ: ખાતર મેળવવા માટે ખેડૂતોનો રઝળપાટ,લાંબી કતારમાં ઉભા રહેવા છતા નથી મળી રહ્યું ખાતર

રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર

New Update
પાટણ: ખાતર મેળવવા માટે ખેડૂતોનો રઝળપાટ,લાંબી કતારમાં ઉભા રહેવા છતા નથી મળી રહ્યું ખાતર

પાટણ જીલ્લામાં એકબાજુ માવઠાનો માર અને બીજીબાજુ રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર. ખાતરની માંગ સામે અછત સર્જાતા જગતનો તાત દોડધામ કરવા લાગ્યો છે.

રાજ્યના વાતાવરણમાં અસમાનતા જોવા મળી રહી છે. શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વાતાવરણ માંડ સ્વરછ થતા હવે ખેડૂતો માટે નવી જ મુશ્કેલી ઊભી થઈ છે. એકબાજુ કમોસમી વરસાદ અને બીજીબાજુ રવીપાકનુ વાવેતર જેને લઇને પાકને બચાવવા ખેડૂત ખાતર માટે દોડતો થયો છે.બજારમાં કે ખાતરના ડેપોમાં પુરતા પ્રમાણમાં ખાત ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઇન લગાવી રહ્યા છે પરંતુ તેઓને ખાતરનો જથ્થો મળી નથી રહયો.પાટણ જિલ્લામાં રોજની ખાતરની 5 હજાર થેલીની માંગ છે જેની સામે હાલમાં ૨ હજાર થેલી જેટલો જથ્થો જ આવી રહ્યો છે.જેથી ખાતરના ડેપોમાં પણ ખાતરનો જથ્થો ખૂટ્યો છે.

Latest Stories