પાટણ:  પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન માટે જમીન સંપાદન કરનાર ખેડૂતોનો વળતર મુદ્દે વિરોધ

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે.

New Update

પાટણમાં વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ 

ખેડૂતોએ વીજ લાઈનમાં જમીનનું કર્યું છે સંપાદન

જમીન સંપાદિત કરીને વળતર ઓછું ચૂકવાયું હોવાના આક્ષેપ  

ઉચ્ચક્ક્ષા સુધીની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય 

ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી આપતા ખેડૂતો 

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે. જોકે આ કામગીરીમાં પોતાની મહામૂલી જમીન સંપાદિત કરનાર ખેડૂતો વળતર મુદ્દે વિરોધ કરી રહ્યા છે.અને તેઓને મોંઘાભાવની જમીન સામે સામાન્ય વળતર આપવામાં આવ્યું હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે.જેના કારણે ચાણસ્મા,પાટણ તેમજ સરસ્વતી તાલુકાના 54 ગામોના ખેડૂતોને તેમની મોંઘાભાવની જમીનોને સરકાર દ્વારા વિકાસના નામે સામાન્ય વળતર આપીને સંપાદન કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના સાંતલપુર, રાધનપુર તાલુકાના ખેડૂતોને 700 થી 950 સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું છે,તો હવે આ ત્રણ તાલુકામાં જયારે 6 વર્ષ પછી અત્યારે આ ભાવ સંપાદનમાં વળતર પેટે ખેડૂતોને વધારીને આપવાના બદલે ઓછું વળતર આપીને વળતર ના નામે વીજ કંપની સામાન્ય રકમ ચૂકવવા માંગતી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો.અને ખેડૂતોને વીજ કંપની દ્વારા ધાકધમકી આપવામાં આવી રહી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.આ અંગે ખેડૂતો દ્વારા વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી તેમજ પાટણ કલેકટર સુધી લેખિતમાં અરજી કરવામાં આવી છે,પરંતુ આજદિન સુધી અરજીનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.તેથી ત્રણ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આનંદ સરોવર ખાતે ભેગા થઇ ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયમાં તમામ ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી..

New Update
Crime Branch Bharuch
ભરૂચના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલી ગામેઠી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપરડી પોલીસને સોંપાયો છે.