પાટણ : સમી રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, છ નિર્દોષોએ ગુમાવ્યા જીવ

સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરોને કાળ ભરખી ગયો

New Update
  • રાધનપુર હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત

  • એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

  • રિક્ષામાં સવાર મુસાફરોને કાળ ભરખી ગયો

  • અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો

  • મરણ ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રિક્ષાને બસે ટક્કર મારતા રિક્ષામાં સવાર તમામ છ લોકોના મોત નીપજ્યા છે.

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રિક્ષામાં સવાર છ નિર્દોષ લોકોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.સર્જાયેલી ઘટનાને પગલે મરણ ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

જાણવા મળ્યા મુજબ આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઈ રહ્યા હતા,ત્યારે શ્રદ્ધાળુઓને માર્ગમાં જ કાળ ભરખી ગયો હતો.સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.