/connect-gujarat/media/post_banners/b3e2735bfae9f07f5e44d0614cf896e39f2f2e771768467249d068344e690d1c.jpg)
મહેસાણાના ઉંઝાના ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલના અંતિમ સંસ્કાર સિધ્ધપુરના મુકિતધામ ખાતે કરવામાં આવ્યાં. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના નશ્વર દેહને ઉંઝા એપીએમસી ખાતે દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ઉંઝાથી તેમના પાર્થિવ દેહને પાટણના સિદ્ધપુર ખાતે મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જી.આઈ ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય આગેવાનો હાજર રહયાં હતાં. સ્વ. આશાબેન પટેલના ભાઈ કૌશિક પટેલે પાર્થિવ દેહને અગ્નિ દાહ આપ્યો હતો. સ્વ. આશાબેન પટેલનો મૃતદેહ પંચમહાભુતમાં વિલિન થઇ ગયો છે.