પાટણ-રાધનપુર નજીક વરાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના પાટણ જિલ્લામાંથી સામે આવી છે. પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ 7 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી. આ અકસ્માતમાં જીપનું ટાયર એકાએક ફાટી જતાં જીપ ટ્રકમાં ધડાકાભેર ભટકાઈ હતી. જેના કારણે જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બનાવના પગલે આસપાસના ગ્રામજનો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં, હાઇવે પર સર્જાયેલ ભારે ટ્રાફિક જામને હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.