Connect Gujarat
ગુજરાત

પાટણ : સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ, પાટણના પટોળાને કર્યા વિશેષ યાદ...

પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

X

પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

સિદ્ધપુર ખાતે 2 દિવસિય માતૃવંદના કાર્યક્રમના પ્રથમ દિવસે ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિદ્ધપુરની ધરતી પર વર્ષો પહેલા માતૃ મહિમાના આ મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. માતૃવંદના મહોત્સવ થકી સિદ્ધપુરનો ઈતિહાસ અને અહીં માતૃતર્પણના પવિત્ર કર્મની વાત દેશભરમાં પહોંચતી થઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી નિર્મિત બિંદુ સરોવરમાં તર્પણ માટે આવે છે. આ અવસરે બિંદુ સરોવર, રૂદ્ર મહાલય, રાણીની વાવ અને રાણીની વાવની વિશિષ્ટતાઓને દુનિયા સમક્ષ મૂકવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. પાટણના પટોળાએ પાટણને વિશ્વફલક પર ચિન્હીત કર્યું છે તેમ જણાવ્યુ હતું. સાથે જ માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી વંદન કરવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને અપીલ કરી હતી કે, આપણે સંકલ્પ લઈએ કે કોઈપણ પરિવારના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે, એ જ સાચી માતૃવંદના છે.

Next Story
Share it