New Update
પાટણના ચોરમારપુરામાં બે વર્ષથી બંધ કેન્દ્રીય વિદ્યાલય
20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ શાળા ધૂળ ખાતી હાલતમાં
વાલીઓની અનેક રજૂઆતો બાદ પણ શાળા છે બંધ
ધારાસભ્યએ શાળાની મુલાકાત લઈને કર્યું નિરીક્ષણ
મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા શરૂ કરવા માટે કરી રજુઆત
પાટણના ચોરમારપુરા ખાતેની બે વર્ષથી બંધ હાલતમાં રહેલી કેન્દ્રીય વિદ્યાલયને શરૂ કરવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે,અને સ્થળ નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.
પાટણના ચોરમારપુરા ખાતે અંદાજીત રૂપિયા 20 કરોડના ખર્ચે કેન્દ્રીય વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું,જોકે છેલ્લા બે વર્ષથી આ શાળા બંધ હાલતમાં છે,જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાને શરૂ કરવામાં આવી નથી.જાણવા મળ્યા મુજબ શાળા પાસેથી પસાર થતું એક નાળુ શાળા માટે બાધારૂપ બન્યું છે,જેના કારણે શાળા બંધ કરવામાં આવી હોવાનું કહેવાય છે,પરંતુ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શાળાના અધિકારીઓ અને અગ્રણીઓ સાથે શાળાની મુલાકાત કરીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.અને બે વર્ષથી ધૂળ ખાતી કેન્દ્રીય વિદ્યાલયને પુનઃ શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી હતી.
Latest Stories