Connect Gujarat
ગુજરાત

પાટણ : રૂ. 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સની સિધ્ધપુર પોલીસે કરી ધરપકડ...

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ખળી ચાર રસ્તા નજીકથી રૂપિયા 3 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા શહેરોમાંથી માદક પદાર્થ એટલે કે, ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વાર ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતમાં માદક પદાર્થના વેચાણનું નેટવર્ક હવે નાના શહેરોમાં પણ સ્થાપિત થયું હોય તેમ પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુરના ખળી ગામમાંથી બહાર આવ્યું છે, જ્યાં ડ્રગ્સનો જથ્થો લઈને ડિલિવરી આપવા નીકળેલા એક શખ્સને સિદ્ધપુર પોલીસે આબાદ ઝડપી પાડ્યો હતો.

મહેસાણા-પાલનપુર હાઇવે રોડ નજીક સર્વિસ રોડ ઉપર સિધ્ધપુરના ખળી ગામ તરફ જવાના માર્ગ નજીકથી એક શખ્સ ઊંઝાથી ડ્રગ્સનો જથ્થો લઈને સિધ્ધપુરના તાલુકાના નેદરા ગામમાં ડિલિવરી આપવા આપવાનો હોવાની સિધ્ધપુર પોલીસને ચોકકસ બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સિધ્ધપુર પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કાર આવતા તેમાં તલાસી લેતા માદક પદાર્થ ડ્રગ્સનો 13.10 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત 1.31 લાખ, વાહનો અને 2 મોબાઇલ મળી રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Next Story