Connect Gujarat
ગુજરાત

પાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી-સિદ્ધપુરનો પદવીદાન સમારોહ યોજાયો..

સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં યોજાયો હતો સમારોહ

X

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં દ્વિતિય પદવીદાન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રતિભાવંત છાત્રોને સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં કુલ 907 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જે પૈકી 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 16 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલ પદવીદાન સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા તથા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ અને GIDCના ચેરમેન બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story