પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટર બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃતદેહને બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા.
પાટણ: નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રકની પાછળ અન્ય બે ટ્રક ભટકાય,બે લોકોના કમકમાટીભર્યા મોત
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.
New Update
Latest Stories