Connect Gujarat
ગુજરાત

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં 100માં એપિસોડમાં કર્યું સંબોધન, CM ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમ માણ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 100માં એપિસોડમાં સંબોધન કર્યું હતું ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ કાર્યક્રમનો લાભ લીધો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા. ટીવી ચેનલો, ખાનગી રેડિયો સ્ટેશનો અને કોમ્યુનિટી રેડિયો સહિત એક હજારથી વધુ પ્લેટફોર્મ પર આ એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાને કહ્યું- મન કી બાત કોઈ કાર્યક્રમ નથી, તે મારા માટે શ્રદ્ધા, પૂજા અને વ્રત છે. લોકો ભગવાનની પૂજા કરવા જાય છે ત્યારે તેઓ પ્રસાદનો થાળ લઈને આવે છે. મન કી બાત ભગવાનના રૂપમાં જનતા જનાર્દનના ચરણોમાં પ્રસાદના થાળ સમાન છે.પી.એમ.ના મન કી બાત કાર્યક્રમના 100માં ઐતિહાસિક એપિસોડનું જીવંત પ્રસારણ અમદાવાદનાં સિરાજ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પી.એમ.ની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો અને પ્રેરણા મેળવી હતી

આ તરફ સુરતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. સુરત શહેર ભાજપે 2794 બૂથ પર મન કી બાત જોવા માટે વ્યવસ્થા કરી હતી જેમાં એક બૂથ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનો લાભા લીધો હતો.

Next Story