PM મોદી ફરી આવશે "ગુજરાત" : ચૂંટણી પહેલાં વડાપ્રધાનના છેલ્લા 3 કાર્યક્રમો સહિત કેવડિયામાં કરાશે એકતા દિવસની ભવ્ય ઉજવણી...

આગામી તા. 31મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલાં PM મોદીના છેલ્લા 3 કાર્યક્રમોનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે.

New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તો બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. જેમાં મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે, તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતીએ પરંપરા પ્રમાણે કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની જેમ કેવડિયામાં વડાપ્રધાન IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ એરપોર્ટ આવી, ત્યાંથી બપોરના 3 કલાકે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. જોકે, આ બાદ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

Latest Stories