Connect Gujarat
ગુજરાત

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કર્યો જંગી ચૂંટણી પ્રચાર, 4 જિલ્લામાં ગજવી જનસભાઓ...

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે આગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પ્રવાસે આવી 4 જેટલી જન સભાઓ ગજવી હતી. વડાપ્રધાને પાલનપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાંથી મોડાસામાં જનમેદનીને સંબોધી હતી. ત્યાર બાદ વડાપ્રધાને દહેગામમાં સભાને સંબોધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવળા ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં જનમેદનીને સંબોધન કર્યું હતું.

સભાને સંબોધિત કરતાં PM મોદીએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં સરદાર સરોવર, સુજલામ સુફલામનું કામ અમે કર્યું છે. અમે ગુજરાતને પાણીની બાબતે સુરક્ષિત કર્યું છે. ખેડૂતોએ પણ ટપક સિંચાઇ અપનાવી પાણીનો બચાવ કરવાનું ચાલુ કર્યું છે. 25 વર્ષ પહેલા મૂળભૂત સુવિધા ઉપર ધ્યાન આપ્યું, આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે છે. આ સાથે જ PM મોદીએ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની જંગી બહુમતી સાથે જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story