અમરેલી : સાવરકુંડલાના મઢડા ગામે કાકાની હત્યા કરનાર ભત્રીજાની પોલીસે ધરપકડ કરી...

સાવરકુંડલાના મઢડા ગામના મૃતક જીલુ વઘોસીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં જીલુ વઘોસીની તેના જ ભત્રીજાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું

New Update
  • સાવરકુંડલાના મઢડા ગામમાં વૃદ્ધની હત્યાનો મામલો

  • મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો

  • ભત્રીજાએ જ કાકાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું

  • જમીન વેચવા બાબતે થઈ હતી બોલાચાલી : પોલીસ

  • હત્યારાની ધરપકડ સાથે પોલીસે કડક કાર્યવાહી આદરી 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામમાં હત્યા કરાયેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામમાંથી શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મઢડા ગામના 55 વર્ષીય જીલુભાઈ ખોખાભાઈ વઘોસીનો મૃતદેહ મોદા જવાના રસ્તે મંદિર પાસે પાણીના હોકળા નજીકથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ASP જયવિર ગઢવી સહિત પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

સમગ્ર મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જોકેપોલીસને આરોપી સુધી પહોચવામાં સફળતા હાથ લાગી છે. મૃતક જીલુ વઘોસીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મૃતકના જ ભત્રીજાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક અપરણિત હોય અને તેમની જમીન વેચવાનું કહેતા સર્જાયેલા વિવાદમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કરી નાખી હતીત્યારે હાલ તો અમરેલી LCB પોલીસે હત્યારા ઘોહા વઘોસીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories