Connect Gujarat
ગુજરાત

ભરૂચ સુરત સહિતના જિલ્લાઓમાં પોલીસ 31stની રાત્રીએ પોલીસનું સઘન ચેકીંગ, નાશેબાજો ઝડપાયા

ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા

X

ભરૂચ અને સુરત જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રીએ પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નશેબાજોને ઝડપી પાડવામાં આવ્યા હતા

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં નવા વર્ષની ઉજવણીનોથનગનાટ જોવા મળ્યો હતો ત્યારે નાશેબાજો પર નજર રાખવા પોલીસ દ્વારા જિલ્લામાં ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી હતી જ્યાં બ્રેથ એનાલાઈઝર દ્વારા વાહન ચાલકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરની શક્તિનાથ,ઝાડેશ્વર વિસ્તારોમાં પોલીસે ચેક પોસ્ટ ઉભી કરી રાત્રીના સમયે આવતા જતા વાહનનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું

સુરતમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. થર્ટી ફસ્ટની ઉજવણી કરવા લોકો બહાર નીકળ્યા હતા.સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શહેરના વિવિધ નાકાઓ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું.બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેકિંગ કરી નશેબાજોની ધરપકડ કરવામાં આવી હતી.

Next Story