/connect-gujarat/media/post_banners/eb4283044c69108ecd913f06591c3902e68988419f198b10f02a3a7ac1bfe875.jpg)
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયા સરહદી કચ્છ જિલ્લાના પ્રવાસે છે તેઓએ આજે ભુજમાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં સરકાર પર પ્રહાર કરવા સાથે હિન્દુવાદી વિચારસરણીને આગળ ધપાવવા માટેનું મંતવ્ય આપ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કરછના પ્રવાસ દરમ્યાન ભુજ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે કોરોના હજી ગયો નથી જેથી લોકો બે માસ્ક પહેરે, બે વેકસીન મુકાવે અને બે ગજની દુરી રાખે તે જરૂરી છે. સરકાર પર નિશાન સાધતા કહ્યું કે,સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે જેથી તમામ કાર્યક્રમોમાં એક સમાન હાજરી હોવી જોઇએ.
તાજેતરમાં આરએસએસના મોહન ભાગવતજીએ નિવેદન આપ્યું હતું કે, હિન્દૂ - મુસ્લિમના ડીએનએ એક છે જે મુદ્દે કહ્યું કે મેં મારા જીવનના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે જેમાં હિન્દૂ વિશે શીખવવામાં આવ્યું અને હવે જ્યારે આ નિવેદન થયું છે ત્યારે મને આર.એસ.એસ. સાથે જોડાવવાનો પણ અફસોસ થઈ રહ્યો છે.રામ મંદિર માટેની જમીન 2 કરોડમાં લેવાના બદલે 18.5 કરોડમાં ખરીદાઈ હતી જે મુદ્દે પણ ટીકા કરી હતી.
કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે,ગૌ હત્યાના બનાવો સંદર્ભે મૃત્યુદંડની સજાની માંગ કરી હતી.કોરોનામાં ઓકિસજનની કમીથી સરકારે દાવો કર્યો છે કે,કોઈ મોતને ભેટયું નથી પણ દેશમાં 117 લોકો ઓકિસજનની કમીથી મોતને ભેટયા હોવાનું તોગડીયાએ જણાવ્યું હતું.