-
તા. 26મી જાન્યુયારીએ 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
-
રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની તાપી જીલ્લામાં ઉજવણી થશે
-
વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને ઓપ
-
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી
-
મોટી સંખ્યામાં તંત્રના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા
તાપી જિલ્લા ખાતે તા. 26મી જાન્યુયારીએ રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સોનગઢ ખાતે વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
76માં પ્રજાસત્તાક પર્વને લઈને સમગ્ર ભારતવર્ષ હાલ દેશભક્તિના રંગે રંગાયું છે. ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે, ત્યારે તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને સમગ્ર વ્યારા નગરમાં દેશભક્તિનો રંગ છલકાયો છે. સેવા સદન સહિત તમામ સરકારી કચેરીઓ અને જાહેરસ્થળોને રંગબેરંગી લાઈટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા છે, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
તો બીજી તરફ, 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડના 61 કામના ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેને લઈ તાપી જિલ્લા વહીવટી તંત્ર મહિનાઓથી સતર્ક થઈ કામગીરીમાં જોતરાયું છે.
આ સાથે જ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સોનગઢ ખાતે વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં તંત્રના અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.