ગાંધીનગરમાં નવા રેલવે સ્ટેશન સહિતના પ્રોજેકટનું વડાપ્રધાનના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રી અને મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું છે. જ્યારે પીએમ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. પીએમ મોદીએ 25 મિનિટ ભાષણ કર્યું અને અંદાજે 1200 કરોડના વિકાસકાર્યોનું એકસાથે લોકાર્પણ કર્યું છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત છે.
ગાંધીનગરમાં નવા રેલવે સ્ટેશન સહિતના પ્રોજેકટનું વડાપ્રધાનના હસ્તે ઈ- લોકાર્પણ
પીએમ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી.
New Update
Latest Stories