/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
વાંસદામાં વારસાઈમાં ખેલાયો ખૂની ખેલ
ભાણિયાએ માસાને ઉતાર્યા મોતને ઘાટ
માથામાં કુહાડી મારી કરી હત્યા
સંપત્તિ બાબતે થયો હતો વિવાદ
પોલીસે આરોપીની કરી ધરપકડ
નવસારી જિલ્લાના વાસદામાં પૈતૃક સંપત્તિના ભાગ બટાઈમાં યુવાને પોતાના માસાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા મહુવાસ ગામના નવું ફળિયામાં રહેતા મુકેશ રાણા પત્નીનું અવસાન 15 વર્ષ પહેલા થયું હતું. જોકે મુકેશ રાણાને જાણ થઈ હતી કે તેમની પત્ની સ્વ.અનિલાનું નામ વારસાઈમાં નથી.તેથી તેમણે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી.
જમીન બાબતે નાયબ કલેક્ટર વાંસદામાં 15 મેના રોજ આ અંગેની સુનાવણી થવાની હતી.પરંતુ 13 મે રાત્રિના સમયે તેમના જમાઈ કિંજલકુમાર અને પુત્રી મોનાલીસા પતરાના ખુલ્લા શેડમાં રસોઈ બનાવતા હતા.
જ્યારે પિતા મુકેશ પરિવાર સાથે ખુરશીમાં બેસીને વાત કરતા હતા, આ દરમિયાન મુકેશ રાણાનો ભાણિયો ઉમેશ અરવિંદભાઈ ગામીતે ઘર તરફથી કુહાડી લઈને મુકેશના માથાના પાછળના ભાગે કુહાડી મારી લોહીલુહાણ કરી દીધા હતા,અને યુવકના માસા મુકેશ રાણા લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.મુકેશને લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં તેમજ કુહાડી માથામાં ખૂંપેલી હાલતમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જોકે હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પુત્ર આશુતોષ મુકેશભાઈ રાણાએ જમીન બાબતે આપસી અદાવત રાખી પિતાને મોતને ઘાટ ઉતારતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપી ઉમેશ ગામીતની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/25/ank-2025-07-25-21-07-51.jpg)