“સહકારથી સમૃદ્ધ” : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમરેલીમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પરિસંવાદ યોજાયો

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જીલ્લાના આંગણે પધાર્યા હતા, જ્યાં તેઓના અધ્યક્ષસ્થાને એક સાથે 5 કાર્યક્રમોનું આઓજન કરવામાં આવ્યું હતું.

New Update
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલીના આંગણે પધાર્યા

  • CMના અધ્યક્ષસ્થાને 5 કાર્યક્રમોનું સુંદર આઓજન

  • અનુકંપા ફાઉન્ડેશનના કાર્યકમમાં CM ઉપસ્થિત રહ્યા

  • સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પણ CMનો પરિસંવાદ

  • વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ અમરેલી જીલ્લાના આંગણે પધાર્યા હતાજ્યાં તેઓના અધ્યક્ષસ્થાને એક સાથે 5 કાર્યક્રમોનું આઓજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યાં હતા. તેઓ અમરેલી લોહાણા મહાજન વાડી ખાતે અનુકંપા ફાઉન્ડેશનના કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમરેલીના જલારામ મંદિરે બાપાના દર્શન કર્યા હતા. અમરેલીના 251 વડિલોને તિર્થયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ અમરેલી જિલ્લા સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. સહકારથી સમૃદ્ધ કાર્યક્રમમાં તેઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પરિસંવાદ કરશે. ત્યારબાદ તેઓએ ટાવર ચોક ખાતે સ્વદેશી ઝુંબેશના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. ભરત કાનાબાર સહિત વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીનો અંતિમ કાર્યક્રમનું સુખ નિવાસ કોલોની રોડ પરના સમર્થ વ્યાયામ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તેઓ બેડમિન્ટન કોર્ટની મુલાકાત લઈ અને રમતવીરો સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયાવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાધારાસભ્ય હીરા સોલંકીમહેશ કસવાળાજનક તળાવિયાજેવી કાકડિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories