New Update
વલસાડ નગરપાલિકાએ કર્યો પાણી વેરમાં વધારો
વેરામાં 52 ટકા જેટલો ધરખમ વધારા મુદ્દે વિરોધ
સ્થાનિકોએ નગરપાલિકમાં આવેદનપત્ર આપી કર્યો વિરોધ
વેરામાં 20 ટકા વધારો કરવા સ્થાનિકોએ કરી રજુઆત
વેરામાં ઘટાડો કરવા માટે સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી
વલસાડ નગરપાલિકા દ્વારા 52 ટકા જેટલો પાણીમાં વેરો વધારો કરવામાં આવતા સ્થાનિકો એ આવેદનપત્ર પાઠવીને વેરા વધારાનો વિરોધ કર્યો હતો. 3 હજારથી વધુ લોકોની વાંધા અરજીને ધ્યાને ન લઈને વેરામાં વધારો કરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.
વલસાડ નગરપાલિકાના વહીવટદાર દ્વારા પાણી વેરામાં વધારો કર્યો છે.પાણી વેરો જે રૂપિયા 660 હતો તેમાં રૂપિયા 340 નો વધારો કરીને રૂપિયા 1 હજાર કરવામાં આવ્યો છે.જેના કારણે સ્થાનિક લોકો પર આર્થિક ભારણમાં વધારો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસનાં કાઉન્સિલર અને સ્થાનિકોએ નગરપાલિકાના વહીવટદારને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારેલો 52 ટકાનો વેરા વધારાની જગ્યાએ 20 ટકા વેરા વધારવાની માંગ કરી છે. જો વેરા ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવા માંગ કરી છે.વેરા વધારા મુદ્દે 3 હજાર જેટલી વાંધા અરજીઓને ધ્યાને લેવામાં ન આવી હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.
Latest Stories