Connect Gujarat
ગુજરાત

નવસારી નાસિક ચેન્નાઇ એક્સપ્રેસ વેનો વિરોધ,ખેડૂતોએ કહ્યું એક ઇંચ પણ જમીન નહીં જવા દઈએ

ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત આવતા નવસારી નાસિક ચેન્નાઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ આજરોજ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો

X

ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત આવતા નવસારી નાસિક ચેન્નાઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ આજરોજ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો

ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત આવતા નવસારી નાસિક ચેન્નાઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ આપેલ વાંધા અરજીની સુનાવણીનો સામુહિક વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લાના નવસારી, ચીખલી અને વાંસદા તાલુકાના ખેડૂતોએ નવસારી પ્રાંત કચેરી ખાતે પહોંચી સામુહિક વિરોધ નોંધાવ્યો હતો.આવેદનપત્રમાં ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ વાંધાઅરજીની અરજદારોને એક બાદ એક વારાફરતી બોલાવી સુનાવણી કરવામાં આવે તે યોગ્ય નથી. સરકારના આ પ્રોજેકટમાં અમારે અમારી એક ઇંચ પણ જમીન આપવી નથી. જો સરકાર જબરજસ્તી જમીન લેવાની વાત કરશે તો આત્મવિલોપનની પણ ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામા આવી છે.

આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે નવસારી જિલ્લાના કુલ 27 ગામોમાંથી હાઇવે પસાર થનાર છે જેમાં અસરગ્રસ્ત ખેડૂતોએ આપેલ વાંધાઅરજી આવી હતી.જે પૈકી વાંસદા તાલુકાના કેટલાક અરજદારોને સાંભળવા આજે સુનાવણી રાખવામાં આવી હતી.જેમાં લોકોએ આજે સુનાવણીનો વિરોધ કર્યો છે. આ મામલે પ્રોજેકટ ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરવામાં આવી છે

Next Story