Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા, વાહનચાલકોને મુશ્કેલી વધી

15મી જુલાઇ સુધી ભરૂચમાં રેડ એલર્ટ, સ્ટેટ હાઈવેનો રસ્તો નદીમાં ફેરવાયો, વાહન વ્યવહારને વ્યાપક અસર પડી

X

ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે.અંકલેશ્વર શહેરના સુરતને જોડતા સ્ટેટ હાઇવે પણ સતત પડી રહેલા વરસાદને કારણે નદીમાં ફેરવાયો છે જેને લઈને વાહન વ્યવહારને તેની વ્યાપક અસર પડી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાનાં તમામ જળાશયોમાં પાણીથી છલકાઈ ગયાં છે. તમામ દક્ષિણ ગુજરાતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ વરસાદના એલર્ટ વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2.7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી અંકલેશ્વરમાં અનારાધાર વરસાદને પગલે સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કડકીયા કોલેજ નજીક વરસાદી પાણી ફરી વળતાં સ્ટેટ હાઇવે પર વાહનચાલકો ને તેની અસર થઈ હતી.કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા અને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત અને હાંસોટ તરફથી તે જ માર્ગ પર અનેક લોકો અવાર જવર કરતાં હોય છે પરંતુ રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો સમયસર સ્થળે પહોચી શક્યા ન હતા. કેટલીક જગ્યાએ સતત વરસાદથી જિલ્લાના માર્ગો વધુ ખખડધજ બની ગયા છે. ત્યારે વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Next Story